સ્વીડન : શાંતિના નોબેલ પારિતોષિકનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ વખતે મારિયા કોરિના મચાડોને આપવામાં આવ્યો છે.
મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના એક અગ્રણી રાજકારણી અને વિપક્ષના નેતા છે. તેઓ દેશમાં લોકશાહી અને પરિવર્તન લાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે.મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના એક અગ્રણી રાજકારણી અને વિપક્ષના નેતા છે. તેઓ દેશમાં લોકશાહી અને પરિવર્તન લાવવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. તેમનો જન્મ 7 ઓક્ટોબર 1967ના રોજ વેનેઝુએલાના કારાકાસમાં થયો હતો. તેઓ એક ઔદ્યોગિક એન્જિનિયર અને રાજકારણી પણ છે. હાલમાં તેઓ વેનેઝુએલામાં વિપક્ષના નેતા તરીકે ફરજ બજાવે છે. તેઓ 'વેન્ટે વેનેઝુએલા' નામના રાજકીય પક્ષના રાષ્ટ્રીય સંયોજક છે.
તેમણે 2011 થી 2014 સુધી વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી. 2023ની વિપક્ષી પ્રાઇમરી ચૂંટણીમાં તેમને જબરજસ્ત 92% વોટ મળ્યા હતા, જેના કારણે તેઓ રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા.નોબેલ શાંતિ પુરસ્કાર એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ પુરસ્કારોમાંનો એક છે, જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા અનુસાર સ્થપાયેલા છ નોબેલ પુરસ્કારોમાંથી એક છે. નોબેલ શાંતિ પુરસ્કારની સ્થાપના આલ્ફ્રેડ નોબેલ (સ્વીડિશ રસાયણશાસ્ત્રી અને ડાયનામાઇટના શોધક) કરી હતી. 1901માં પ્રથમ વખત આપવામાં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
Reporter: admin







