વડોદરા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન જિલ્લા પંચાયત સભાખંડ, વડોદરા ખાતે આ તાલીમ યોજાઈ.

આ કાર્યક્રમ રાજ્યકક્ષાના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સહકારી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો. કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી ઉપસ્થિત રહ્યાં, જ્યારે અતિથિ વિશેષ તરીકે સાંસદશ્રીઓ સર્વશ્રી ડો. હેમાંગ જોષી, શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા.

આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેતનભાઈ ઈનામદાર, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા.
આ તાલીમ કાર્યક્રમમાં તમામ સંબંધિત પદાધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાટીલ આનંદ અશોક દ્વારા અગાઉથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.






Reporter:







