વડોદરા: ગુજરાત અને વડોદરાના સ્થાનિક ડાન્સ કલાકારોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના હેતુથી 'નાચ ગુજરાત' શો અંતર્ગત એક ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વડોદરા ડાન્સ એસોસિએશનના પ્રમુખ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર ચિરાગ મહિડાએ આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.
ચિરાગ મહિડાએ જણાવ્યું હતું કે ગુજરાતના નાના-મોટા શહેરોના યુવાનોમાં અદ્ભુત ડાન્સ ટેલેન્ટ છુપાયેલું છે. વડોદરા ઉપરાંત આણંદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને જામનગર જેવા શહેરોમાંથી પણ ડાન્સ કમ્યુનિટી તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્લેટફોર્મ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મુંબઈના બોલિવૂડ કોરિયોગ્રાફર્સ અને રિયાલિટી શોના જજ અહીં આવીને સ્થાનિક પ્રતિભાઓને પારખે.

યુવાનોને પ્રેરણા
યુવાનોને પ્રેરણા આપતા તેમણે ઉમેર્યું હતું કે આજની પેઢી મોબાઈલ અને અન્ય બાબતોમાં સમય વીતાવવાને બદલે રિયાલિટી શો અને કલા ક્ષેત્રે સખત મહેનત કરે અને દેશ-દુનિયામાં પોતાનું તથા ગુજરાતનું નામ રોશન કરે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે.
જજ અને પ્રોડક્શન ટીમ
પત્રકારો સાથે વાતચીતમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે તેમના પર શોના સફળ નિર્દેશન અને સ્પર્ધકોને એક શ્રેષ્ઠ મંચ પૂરો પાડવાની જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરફોર્મન્સનું મુલ્યાંકન કરવાનું કામ સ્પેશિયલ નિકિતા મેમ અને કમલેશ સર જેવા અનુભવી જજ કરી રહ્યા છે. શોના સફળ નિર્માણ બદલ પ્રોડ્યુસર ચિરાગ મહીડા, સંતોષ માણે, ફુલમા પ્રોડક્શન તેમજ સમગ્ર ઓર્ગેનાઈઝિંગ કમિટી, કોરિયોગ્રાફર્સ અને સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી રાઉન્ડમાં જોડાનારા જજ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ડિરેક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સમીર તન્ના અને અર્શ તન્ના ઉપરાંત વૈભવ ઘુગે પણ જજ તરીકે ઉપસ્થિત રહેશે. આ સિવાય શોની અલગ-અલગ થીમ આધારિત રાઉન્ડ્સ અનુસાર અન્ય સેલિબ્રિટી જજને પણ આમંત્રિત કરવામાં આવશે.
આગામી રાઉન્ડમાં જોડાનારા જજ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ડિરેક્ટરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર સમીર તન્ના અને અર્શ તન્ના ઉપરાંત વૈભવ ઘુગે પણ જજ તરીકે ઉપસ્થિત રહેશે. આ સિવાય શોની અલગ-અલગ થીમ આધારિત રાઉન્ડ્સ અનુસાર અન્ય સેલિબ્રિટી જજને પણ આમંત્રિત કરવામાં આવશે.
Reporter: admin







