News Portal...

Breaking News :

વડોદરા વકીલ મંડળની જીત, કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડીને ઉજવણી

2026-08-08 15:28:29
વડોદરા વકીલ મંડળની જીત, કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડીને ઉજવણી

વડોદરા: વડોદરા વકીલ મંડળની જીત થતાં કોર્ટ સંકુલમાં ફટાકડા ફોડીને જશન મનાવવામાં આવ્યો. હાઈકોર્ટ દ્વારા એ-ફોર (A4) સાઈઝના પેપર અને લિપિ (ફોન્ટ) અંગે જાહેર કરવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવતાં વડોદરા વકીલ મંડળની આ જીત થઈ છે.

હાઈકોર્ટના આ નિર્ણય બાદ વકીલ મંડળ દ્વારા હડતાલના ચોથા દિવસે પોતાની અનિશ્ચિત મુદતની હડતાલ પરત ખેંચવામાં આવી છે. આ સમાચાર મળતાં જ કોર્ટ સંકુલમાં તમામ વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને વકીલોએ ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી.

ઉલ્લેખનીય છે કે વડોદરાના વકીલો છેલ્લા કેટલાક દિવસોથી હાઈકોર્ટના આ પરિપત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા હતા અને હડતાલ પર ઉતર્યા હતા. હાઈકોર્ટ દ્વારા પરિપત્ર પરત ખેંચી લેવાના નિર્ણય બાદ વકીલોની માંગ સંતોષાતાં હડતાલનો અંત આવ્યો છે.

Reporter: admin

Related Post