નવરચના યુનિવર્સિટીએ ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ તેની સ્કૂલ ઓફ સાયન્સની એક નવીન પહેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલ સાથે યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ, નવીનતા અને સમુદાયિક જોડાણ થકી ઉભરતા જાહેર આરોગ્યના પડકારોનો સામનો કરવાના તેના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી છે.
બહુવિધ ક્ષેત્રોને સામેલ કરનારા પ્લેટફોર્મ તરીકે સ્થાપિત આ સેન્ટર સંશોધનને આગળ વધારીને, તાલીમ અને માર્ગદર્શન દ્વારા વ્યાવસાયિક ક્ષમતાઓને મજબૂત બનાવીને, સરકાર, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ અને નાગરિક સમાજમાં ભાગીદારીને પ્રોત્સાહન આપીને તેમજ સંશોધનને નીતિ અને પ્રથામાં પરિવર્તિત કરીને જાહેર આરોગ્ય પ્રત્યે નૈતિક, પુરાવા-આધારિત અને કાર્ય-લક્ષી અભિગમોને પ્રોત્સાહન આપશે, જે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs), ખાસ કરીને SDG 3 (સારા આરોગ્ય અને સુખાકારી), SDG 2 (શૂન્ય ભૂખમરો), SDG 5 (લિંગ સમાનતા), અને SDG 13 (આબોહવા સંરક્ષણ)ને અનુરૂપ હશે.

મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સેન્ટરનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે પધારેલ આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડૉ. મીનેશ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR)ના ડિરેક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. ભાવેશ મોદીએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સમારોહ નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન શ્રીમતી તેજલ અમીન; પ્રોવોસ્ટ પ્રો. પ્રત્યુષ શંકર; રજિસ્ટ્રાર પ્રો. સંદીપ વસંત; સ્કૂલ ઓફ સાયન્સના પ્રોફેસર એમેરિટસ અને મેન્ટર પ્રો. એ. વી. રામચંદ્રન; અને સ્કૂલ ઓફ સાયન્સના એસોસિએટ ડીન ડૉ. દર્શી બક્ષી સહિતના યુનિવર્સિટીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
"વન હેલ્થ અભિગમ" પર પેનલ ચર્ચા
ઉદ્ઘાટન પછી "વન હેલ્થ અભિગમ થકી ૨૧મી સદીમાં જાહેર આરોગ્ય" વિષય પર પેનલ ચર્ચા યોજાઈ, જેમાં પબ્લિક હેલ્થ, મેડિસિન, ગવર્નેંસ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીના જાણીતા નિષ્ણાતો શામેલ થયા હતા. આ પેનલમાં ડૉ. અમરજીત સિંહ (ભૂતપૂર્વ મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય), ડૉ. ધનંજય ભટ્ટ (ભૂતપૂર્વ યુએન કોમ્યુનિટી હેલ્થ સ્પેશિયાલિસ્ટ, યુનિસેફ ગુજરાત), ડૉ. સંદીપ શાહ (હેડ, મનોચિકિત્સા વિભાગ, GMERS વડોદરા), ડૉ. સુનિલ નાયક (હેડ, કોમ્યુનિટી મેડિસિન વિભાગ, GMERS વડોદરા), શ્રી પ્રદીપ યાદવ (ટેકનિકલ કન્સલ્ટન્ટ, IFFCO) અને શ્રી પ્રશાંત નાગર (મેનેજિંગ ડિરેક્ટર, ફર્મેન્ટા બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ)નો સમાવેશ થતો હતો.

અગ્રણીઓએ વ્યક્ત કરી પ્રતિક્રિયા
ઉદ્ઘાટિત સેન્ટરના મહત્વ પર બોલતા, પ્રો. એ. વી. રામચંદ્રને જણાવ્યું કે સેન્ટર ફોર પબ્લિક હેલ્થનો શુભારંભ સંશોધન, નવીનતા અને સહયોગ દ્વારા ઉભરતા આરોગ્ય પડકારોનો સામનો કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
સેન્ટરના વિઝન પર ભાર મૂકતા, સેન્ટર ફોર પબ્લિક હેલ્થના હેડ અને ઓનરરી પ્રોફેસર પ્રો. સિરીમાવો નાયરે જણાવ્યું કે વન હેલ્થ એ માત્ર એક સૂત્ર કે વિષય નથી, પરંતુ એક કાર્ય પદ્ધતિ છે અને સેન્ટરનું લક્ષ્ય સંશોધનને સમુદાય-કેન્દ્રિત ઉકેલોમાં રૂપાંતરિત કરવાનું છે.
સેન્ટરના શૈક્ષણિક અને સામાજિક પ્રભાવ પર પ્રકાશ પાડતા, સ્કૂલ ઓફ સાયન્સના એસોસિયેટ ડીન ડૉ. દર્શી બક્ષીએ જણાવ્યું કે આજના જાહેર આરોગ્ય પડકારો માટે એકથી વધુ ક્ષેત્રોમાં પુરાવા-આધારિત સહયોગની જરૂરિયાત છે, અને આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે પરિવર્તનશીલ શિક્ષણ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
આ સેન્ટરનો શુભારંભ વિવિધ ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને લોકો સાથે સાર્થક જોડાણના માધ્યમથી જાહેર આરોગ્યને મજબૂત બનાવવાના નવરચના યુનિવર્સિટીના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પડાવ છે.

Reporter: admin