News Portal...

Breaking News :

'ઓપરેશન સફેદ સાગર' રિવ્યુ: કારગિલ યુદ્ધમાં વાયુસેનાના સાહસની જોરદાર કહાની

2026-08-08 14:46:37
'ઓપરેશન સફેદ સાગર' રિવ્યુ: કારગિલ યુદ્ધમાં વાયુસેનાના સાહસની જોરદાર કહાની

ારગિલ યુદ્ધમાં સેનાના જવાનોની દેશભક્તિ, સાહસ અને બલિદાન પર 'એલઓસી કારગિલ', 'લક્ષ્ય' અને 'શેરશાહ' જેવી અનેક ફિલ્મો બની ચૂકી છે, પરંતુ આ યુદ્ધમાં વાયુસેનાના યોગદાનને સિનેમાના પડદે બહુ ઓછું સ્થાન મળ્યું છે. વેબ સીરિઝ 'ઓપરેશન સફેદ સાગર' એ વીરોને સલામી આપે છે, જેમણે ૧૯૯૯ના યુદ્ધમાં પોતાના સાહસ અને જુસ્સાથી ભારતની જીતનો માર્ગ મોકળો કર્યો. નેટફ્લિક્સ પર ૬ એપિસોડની આ સીરિઝ ૭ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે, જેને ડિરેક્ટર ઓની સેને બનાવી છે.

કહાની વાયુસેનાના સ્ક્વોડ્રન ગોલ્ડન એરોઝની છે, જેમણે દુનિયાના સૌથી મુશ્કેલ એર મિશન 'ઓપરેશન સફેદ સાગર'ને પાર પાડ્યું. ૧૯૯૯માં પાકિસ્તાની સેનાએ LOC પાર કરીને કારગિલ, દ્રાસ, બટાલિક જેવી ભારતીય ટેકરીઓ પર કબજો જમાવ્યો હતો, જેના પછી વાયુસેનાના જવાનો મદદ માટે આકાશમાં ઉતર્યા.

વિંગ કમાન્ડર બિરેન્દ્ર સિંહ ધનોવા (જિમી શેરગિલ)ના નેતૃત્વ હેઠળ સ્ક્વોડ્રન લીડર અજય આહુજા (સિદ્ધાર્થ) સહિત અનેક જાંબાઝોએ ૧૫,૦૦૦-૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર દુશ્મનની મિસાઈલો વચ્ચે અસંખ્ય ઉડાનો ભરી, જેમાં અજય આહુજા શહીદ થઈ

Reporter: admin

Related Post