વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 'ક્લીન સિટી, ગ્રીન સિટી'ના સંકલ્પ સાથે વડોદરાવાસીઓ માટે પ્રદૂષણમુક્ત અને સુવિધાજનક ઈ-બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. PM eBus Sewa યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ ૨૦ નવી ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. મનીષાબેન વકીલના વરદ્ હસ્તે આ ઈ-બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

કુલ ૫૦ ઈ-બસો દોડશે
અગાઉ પ્રથમ તબક્કામાં ૩૦ ઈ-બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ ૨૦ બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ ૫૦ ઈ-બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગઈ છે. ઈ-બસોનું પ્રમાણ વધતાં સામે પક્ષે વિનાયક લોજિસ્ટિકની ૫૦ સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા
શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આગામી બે મહિનામાં વડોદરા શહેરને વધુ ૩૦થી ૫૦ ઈ-બસો ફાળવવામાં આવશે, જેથી બસ નેટવર્ક વધુ મજબૂત બનશે.
મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, "આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે ૨ લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટી'ના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્ત્વનું કદમ છે."
અધિકારીએ ઉમેર્યું, "શહેરમાં અગાઉ ૩૦ બસો દોડી રહી હતી, આજે વધુ ૨૦ બસોનું ઉદ્ઘાટન થયું છે અને આવતા બે મહિનામાં વધુ ૩૦ ઈ-બસો શરૂ કરવામાં આવશે. માત્ર ₹૫ થી ₹૩૦ સુધીના સસ્તા ભાડામાં નાગરિકોને ક્લીન અને ગ્રીન ઈલેક્ટ્રિક મોબિલિટી પૂરી પાડવામાં આવી રહી છે. પ્રતિ મહિને ₹૨૯ લાખથી વધુની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે પાસ સિસ્ટમ શરૂ કરીશું તેમજ વડોદરા શહેરથી ૨૦-૨૫ કિમી દૂર આવેલા ગ્રામ્ય અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઈ-બસ સેવા પહોંચાડવાનું આયોજન છે."

Reporter: admin