કડક અમલીકરણ, પુનર્વસન અને જનજાગૃતિ પર ભાર; ડ્રગ્સ નેટવર્ક સામે કાર્યવાહી થશે વધુ સખત
વડોદરા: શહેરને નશાના દુષણથી મુક્ત બનાવવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરે "નશા મુક્ત વડોદરા" અભિયાન હેઠળ ત્રિપાંખીયા વ્યૂહની જાહેરાત કરી છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી સાથે નશાના ભોગ બનેલા લોકોના પુનર્વસન અને જનજાગૃતિ દ્વારા લોકોનો સહકાર મેળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અભિયાનના પ્રથમ તબક્કામાં ઇન્ટેલિજન્સ આધારિત કામગીરી, સતત દેખરેખ અને અસરકારક રેડ દ્વારા ડ્રગ્સ સપ્લાય ચેઇનને તોડવા માટે કડક અમલીકરણ કરવામાં આવશે. બીજા તબક્કામાં નશાની લતનો ભોગ બનેલા લોકોના પુનર્વસન અને સારવાર માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગોને જોડીને નશા વિરોધી અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
Reporter:







