વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલી જૂની છત્રી પાસે ફૂટપાથનો ભાગ બેસી જતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફૂટપાથ પર ખાડો પડી જવાથી ચાલવા માટેની જગ્યા અસુરક્ષિત બની ગઈ છે, જેના કારણે ખાસ કરીને વડીલો અને મહિલાઓને અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ સ્થિતિ યથાવત છે છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી કામગીરી કરવામાં આવી નથી. શહેરના હેરિટેજ વિસ્તારમાં આવતા આ સ્થળે તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ અને સ્થાનિકોની માંગ છે.
Reporter: admin







