News Portal...

Breaking News :

વડોદરા ભાજપના અગ્રણીના પુત્રના લગ્ન સાથે જોડાયો અંગદાનનો સંકલ્પ

2025-01-13 16:21:25
વડોદરા ભાજપના અગ્રણીના પુત્રના લગ્ન સાથે જોડાયો અંગદાનનો સંકલ્પ


વડોદરા :શહેરમાં એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે, વડોદરા ભાજપના અગ્રણી ગોપાલ રબારીના પુત્ર મેહુલના લગન લેવાયા છે. 


આ લગ્નમાં અંગદાનનો સંકલ્પ લેવામાં આવ્યો છે,આગામી 18 જાન્યુઆરી પહેલા અત્યાર સુધીમાં 500થી પણ વધુ લોકોએ અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે,અને આ આંકડો 2500 જેટલો થાય તેવા પ્રયાસો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લોકોને આ સંકલ્પ સાથે જોડાવા હેતુ આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી,ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ પણ ગોપાલ રબારી પરિવારની પહેલને બિરદાવી હતી.

Reporter: admin

Related Post