અમદાવાદ :પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ દિલ્હી ખાતે પહોંચ્યા છે. તેમણે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. મોઢવાડિયાની આ મુલાકાત બાદ રાજ્યના રાજકારણને લઈને અટકળો છે કે, તેમને કોઈ મંત્રીપદ અપાઈ શકે છે.
ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી ખાતે કેન્દ્ર સ્થાનના મંત્રી સાથે મુલાકાત કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના રાજકારણનો માહોલને અનેક અટકળો લગાવાઈ રહી છે. બીજી તરફ, અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવજી પટેલે પણ દિલ્હી ખાતે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેવામાં ગુજરાતના ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં કોને સ્થાન આપવામાં આવશે તેને લઈને રાજ્યના રાજકારણમાં અટકળો શરૂ થઈ છે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ઘણાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં અનેક હોદ્દા પર રહ્યાં છે. જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે પોતાના સંબંધો તોડીને ભાજપ સાથે જોડાયા હતા. તેમણે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોરબંદરની બેઠક પરથી ભાજપની ટિકિટ પર વિજય હાંસલ કર્યો હતો.
Reporter: admin