મુંબઈ : ગુજરાતમાંથી અંડરવર્લ્ડ ચલાવવામાં આવી રહ્યું છે. તેવો આક્ષેપ કરતા શિવસેના UBT ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં 5,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
તેમજ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લે છે.વધુમા સંજય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી આવતા કેન્દ્રીય ગૃહમંત્રી માટે આ એક પડકાર છે. અજિત પવારે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બાબા સિદ્દીકી હત્યા કેસમાં તેમની સિંઘમગીરી બતાવવી જોઈએ.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને ગુજરાત સાથે જોડીને આક્ષેપ કર્યો છે કે અંડરવર્લ્ડને ગુજરાતથી ચલાવવામાં આવી રહ્યું છે . તેમણે દાવો કર્યો હતો કે સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની જવાબદારી લીધી છે. જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે એક પડકાર છે. સંજય રાઉતે કહ્યું કે NCPના વડા અજિત પવારે હત્યાના પગલે અમિત શાહના રાજીનામાની માંગ કરવી જોઈએ.
Reporter: admin