News Portal...

Breaking News :

એન.ડી.પી.એસના ગુનામાં બે આરોપીને 14 વર્ષની સખત કેદ તથા બે લાખ રૂપિયાનો દંડ કરાયો

2025-09-10 10:38:53
એન.ડી.પી.એસના ગુનામાં બે આરોપીને 14 વર્ષની સખત કેદ તથા બે લાખ રૂપિયાનો દંડ કરાયો


બિહારના અઝીમુદ્દીન પાસેથી વડોદરાના શાહનવાઝે ચરસનો જથ્થો ખરીદ્યો હતો : સોદા વખતે જ પોલીસે દરોડો પાડ્યો 
અલકાપુરીમાંથી ચરસના જથ્થા સાથે પકડાયેલાબે પેડલરોને ૧૪ વર્ષની સજા અને બે લાખનો દંડ



સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો, માત્ર બે વર્ષમાં એનડીપીએસ કેસનો ચુકાદો
શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસેથી ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીઓને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ૧૪ વર્ષની સખત કેદ અને બે લાખ રુપિયાનો દંડ કરવાની સજા ફટકારી હતી. આ કેસમાં સંડોવાયેલા બીજા ચાર આરોપીઓને કોર્ટે નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. એનડીપીએસ એક્ટના ગુનામાં માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં આરોપીઓને સજા આપવાનો ઐતિહાસીક ચુકાદો ખરેખર સરાહનીય છે.વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે વર્ષ ૨૦૨૩માં અલકાપુરી રોડ પર આવેલા ડી-માર્ટની ગલીના અગ્રસેન ગેસ્ટ હાઉસ પાસેથી બે જણાને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઈ શેખ (રહે.યાકુતપુરા, લાલ અખાડા) અને અઝીમુદ્દીન અહમદ અંસારી (રહે. ડુમરા ગામ, નબીગંજ, સીવાન, બિહાર)નો સમાવેશ થતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચરસનો મોટો જથ્થો જપ્ત કરીને એનડીપીએસ એક્ટ અંતર્ગત તેમની સામે કાનૂની કાર્યવાહી કરી હતી. 


આ બનાવ અંગે એસઓજીના પોલીસ કર્મચારીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ગોત્રી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન બીજા કેટલાક આરોપીઓના નામ ખુલ્યા હતા. જેમાં સંતોષ બનવારીલાલ દ્વિવેદી (રહે.ગોરવા), ઈસ્માઈલ ઉર્ફે અલ્લુ સુલેમાન શેખ (રહે. યાકુતપુરા), અર્ચના કનૈયાલાલ કહાર (રહે. આજવા રોડ)સ અને ગુલામરસુલ અબ્દુલ રહેમાન મન્સુરી (રહે. વાડી)નો સમાવેશ થાય છે. પોલીસે એક પછી એક બધા આરોપીઓની ધરપકડ કરીને તેઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ઉપરોક્ત કેસ ચાલી જતા કોર્ટે આજે આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઈ શેખ (રહે.યાકુતપુરા, લાલ અખાડા) અને અઝીમુદ્દીન અહમદ અંસારી (રહે. ડુમરા ગામ, નબીગંજ, સીવાન, બિહાર)ને કસુરવાર ઠેરવીને બંનેને ૧૪ વર્ષની સખત કેદ અને બે લાખ રુપિયાના દંડની સજા ફટકારી હતી. જ્યારે આરોપી સંતોષ દ્વિવેદી, ઈસ્માઈલ ઉર્ફે અલ્લુ સુલેમાન શેખ, અર્ચના કહાર અને ગુલામરસુલ અબ્દુલ રહેમાન મન્સુરીને નિર્દોષ જાહેર કર્યા હતા. 

Reporter: admin

Related Post