છતીશગઢ : રાજ્યના સુકમા જિલ્લાની રહેવાસી એક ટ્રાઇબલ મહિલાઓ એકસાથે 4 બાળકોને જન્મ આપ્યો છે. તો આ 4 બાળકો પૈકી 2 પુત્રો અને 2 દીકરીઓ છે.
હાલ, આ 4 બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે આ મહિલાનો પતિ કવાસી હિડમા સુકમા જિલ્લામાં આવેલા જૈમરનો સરપંચ છે. પરંતુ જે મહિલાએ 4 બાળકો ને જન્મ ઓપ્યો છે, તેણી કવાસી હિડમાની ત્રીજી પત્ની છે. તો પહેલી બંને પત્નીઓમાંથી એક પણ દ્વારા કવાસી હિડમાને એક પણ સંતાન મળ્યું નથી.
જોકે એકસાથે 4 ચાઈલ્ડ ને મહિલાએ જ્યારે જન્મ આપ્યો હતો, ત્યારે હાજર તમામ તબીબ ચોંકી ગયા હતાં. જોકે સોનોગ્રાફીમાં ડોક્ટર્સ એ 3 બાળકો ની હોવાની માહિતી આપી હતી. પરંતુ પ્રસુતી દરમિયાન મહિલાએ એકસાથે 4 બાળકો ને જ્યારે જન્મ આપ્યો, ત્યારે હોસ્પિટલ ના દરેક લોકો ચોંકી ગયા હતાં. જ્યારે બાળકો નો જન્મ થયો હતો, ત્યારે 4 પૈકી 3 બાળકો નું વજન 2 કિલો હતું. જ્યારે એક બાળક 1.5 કિલોનું હતું.
Reporter: admin