અંબાજી: ત્રિશુલિયા ઘાટ નજીક ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. આજે 9 નવેમ્બર 28 યાત્રાળુઓ સવાર લક્ઝરી બસનો અકસ્માત થયો છે.
શ્રદ્ધાળુઓ અંજારથી અંબાજી દર્શને આવ્યા હતા. યાત્રાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા આ દરમિયાન ત્રિશુલિયા ઘાટ નજીક લક્ઝરી બસની બ્રેક ફેઈલ થઈ જતાં દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 20 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયાં છે. ગઈકાલે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના બોરડીથી ટેમ્પો ટ્રાવેલ્સ બસમાં યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસને શુક્રવારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી વિગતો મુજબ, DD 01 U 9097 નંબરના ટેમ્પો ટ્રાવેલરમાં 19 લોકો સેલવાસ દાદરાનગર હવેલીથી મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ચિત્રકૂટ, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ, અયોધ્યાથી મથુરા વૃંદાવન જઈ રહ્યા હતા. શુક્રવારે સવારે ફિરોઝાબાદ વિસ્તારમાંથી પસાર થતા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર હાઇવેની બાજુમાં પાર્ક કરેલ માઇલસ્ટોન 54 કન્ટેનર HR 73 B 7756 સાથે આ ટેમ્પો ટ્રાવેલરનો અકસ્માત થયો હતો.
Reporter: admin