News Portal...

Breaking News :

વડોદરામાં ટ્રાફિક સુરક્ષા કાર્યક્રમ યોજાયો: ધારાસભ્યએ કહ્યું-રીક્ષાચાલકો મુસાફરો પાસેથી આડેધ

2025-01-25 17:11:32
વડોદરામાં ટ્રાફિક સુરક્ષા કાર્યક્રમ યોજાયો: ધારાસભ્યએ કહ્યું-રીક્ષાચાલકો મુસાફરો પાસેથી આડેધ


વડોદરા: સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 


શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇની હાજરીમાં એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ દરમિયાન તેમણે રીક્ષા યુનિયના પ્રતિનિધિને આડેહાથ લીધા હતા અને મીટર સિવાય ઉંચા ભાડા વસુલવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જો કે, બાદમાં પ્રતિનિધિ દ્વારા તેમની સમસ્યા ધારાસભ્યને વિગતવાર જણાવતા તેમણે તેના ઉકેલની ખાતરી આપી હતી.વડોદરામાં ટ્રાફિક સુરક્ષા કાર્યક્રમ યોજાયો:ધારાસભ્યએ કહ્યું-'રીક્ષાચાલકો મુસાફરો પાસેથી આડેધડ ભાડું વસુલ કરે છે, મિટર પ્રશ્ન હલ કરીશું'વડોદરા સહિત દેશભરમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇની હાજરીમાં એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમ દરમિયાન તેમણે રીક્ષા યુનિયના પ્રતિનિધિને આડેહાથ લીધા હતા અને મીટર સિવાય ઉંચા ભાડા વસુલવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. 


જો કે, બાદમાં પ્રતિનિધિ દ્વારા તેમની સમસ્યા ધારાસભ્યને વિગતવાર જણાવતા તેમણે તેના ઉકેલની ખાતરી આપી હતી.કાર્યક્રમમાં રીક્ષા યુનિયન સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા. તેમની સાથે જાહેરમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ અને પ્રતિનિધિ વચ્ચે ચર્ચા થઇ હતી. જેમાં ચૈતન્ય દેસાઇએ પુછ્યું કે, રીક્ષા યુનિયનમાંથી આવ્યા છો, મીટરથી કેટલા રીક્ષા ચલાવે છે ? બહુ કમ્પલેઇન આવે છે કે રીક્ષાચાલકો આડેધડ ભાડું વસુલ કરે છે, કોઇ મીટર પ્રમાણે ભાડા લેતું નથી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર હોય તો ઠીક છે, પરંતુ રિક્ષાચાલકો માંડવીથી અલકાપુરીનું 200 રૂપિયા ભાડું વસુલ કરે તે યોગ્ય નથી.દરમિયાન ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જણાવ્યું કે, રિક્ષાચાલકોની વાત સાચી છે. મીટર ખરીદ ખરવામાં આવે છે અને જે સર્ટિફિકેટ લઇને વાપરવામાં આવે છે તેના પછી સર્વિસ કે વોરંટી મળતી નથી જેથી તેમને તકલીફ પડે છે. જેથી મેં તેમને પુછ્યું કે, તમે મીટરથી ભાવ લો છો, કે કેવી રીતે લો છો ? તેમની જે કોઇ સમસ્યા છે, સંબંધિત ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડીને પોલીસની મદદથી તેનો ઉકેલ આવે તેવા પ્રયાસો કરીશું. આનાથી માત્ર રીક્ષાચાલકોને જ નહીં, પરંતુ વડોદરાની પ્રજાને પણ મોટો ફાયદો છે.

Reporter: admin

Related Post