આજ રોજ એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મૃતકોના પરિવારજનોને ન્યાય અને એસ.આઇ.ટીના ટીમ દ્વારા નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે તેમની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
જેને લઇ આજે સવારથી રાજકોટની બજારો બંધ જોવા મળી હતી.તેમજ અન્ય ધંધા રોજ બંધ જોવા મળ્યા હતા.અને આજના ભાજપના ગઢમાં કોંગ્રેસને બંધનું સમર્થન જોવા મળ્યું હતું.રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશના દિગજ નેતાઓના પણ ધામા જોવા મળ્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો પણ રાજકોટ ખાતે આવી પહોંચી આવ્યા હતા.આમ તો રાજકોટ ભાજપનો ગઢ મનાય છે. પરંતુ આજે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા 27 જેટલા લોકોના ન્યાય માટે સમગ્ર રાજકોટની જનતાએ સમર્થન આપ્યું હોય તે રીતે રાજકોટની મુખ્ય બજારો પણ સુમસાન જોવા મળી હતી. રાજકોટના વેપારી જ નહીં પરંતુ સ્કૂલ સંચાલકો, કોલેજો, હોટલ સહિતના ઉદ્યોગકારોએ પણ બંધને સમર્થન આપ્યું હતું. બીજી બાજુ પ્રથમ વખત કદાચ કોંગ્રેસ દ્વારા બંધ એલાન આવડું મોટું સમર્થન ભાજપના ગઢમાં મળી હોય તેવી પ્રથમ ઘટના કહી શકાય.
આજે રાજકોટ શહેરને ખાનગી સ્કૂલો કોલેજો, વકીલ એ સોશિયલ, રાજકોટ ટી એસોસિયન, રાજકોટ ચેમ્બર કોમર્સ, હોટલ એસોસિયન, રીક્ષા એસોએશન, ટેક્સી એસોસિયન, ઓટો કન્સલ્ટિગ એસોસિયન, ભક્તિનગર એસોસિયન, ઇમિટેશન ઝવેરી એસોસિયન, સોની બજાર એસોસિયન, ધ સ્ટેશનરી એસોસિયન, જંકશન-ગાયકવાડી વેપારી મંડળ, કોસિંગ એસોસિયન, બાર એસોસિયન સહિતના એસએસઓને આજે કોંગ્રેસના બંને સમર્થન આપ્યું હતું અને રાજકોટ સજ્જડ બંધ જોવા મળ્યું હતું.વેપારીઓએ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસે બંધ આપ્યું એટલા માટે બંધ રાખવામાં નથી આવ્યું પરંતુ માનવતાની દ્રષ્ટિએ ટી.આર.પી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે. તેમના પરિવારજનોને સાચી રીતે ન્યાય મળે તેના માટે થઈ સમગ્ર વેપારીઓએ સમર્થન આપ્યું છે. તંત્ર દ્વારા કડકમાં કડક કહેવાય કરવામાં આવે અને હવે કોઈ આવી ઘટના ન બને તેને લઈને આજે રાજકોટના વિવિધ એસોસનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.બીજી બાજુ વેપારીઓનો આક્ષેપ છે કે ગત રાત્રિના પોલીસ દ્વારા વિવિધ એસોસિયનને ધમકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને આજે બજારો બંધ ન રાખવા તંત્ર દ્વારા ઘણું બધું દબાણ પણ કરવામાં આવી રહ્યું હતું.
Reporter: News Plus