વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી તીર્થ સોસાયટીના કોમન પ્લોટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અટલાદરા દ્વારા ત્રણ દિવસના સત્સંગ પારાયણ નો આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પ્રમુખસ્વામી તીર્થ સોસાયટી સહિત વિસ્તારના સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે, આજરોજ પારાયણ નો છેલ્લો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલા વચનો મુજબ જીવન જીવવાનો પ્રેરક પ્રસંગ અને દ્રષ્ટાંતો આપીને સત્સંગીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જીવનમાં ગુરુ બનાવીને વ્યક્તિ સદ માર્ગે ચાલીને પોતાનો અને કુટુંબ નો ઉદ્ધાર કરતા આવ્યા હોવાના દ્રષ્ટાંતો પણ આપવામાં આવ્યા છે.
Reporter: admin