News Portal...

Breaking News :

સ્ટ્રોન્ગ રૂમની સીલ તૂટ્યાનો TMCનો આરોપ: કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત

2026-05-01 10:15:32
સ્ટ્રોન્ગ રૂમની સીલ તૂટ્યાનો TMCનો આરોપ: કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત


કોલકોતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. 


એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે. TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દીધા છે, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે.TMCનો આરોપ છે કે મધરાતે સ્ટ્રોન્ગ રૂમની સીલ તોડવામાં આવી હતી અને EVM સાથે છેડછાડનો પ્રયાસ થયો હતો. 


આ વિવાદ વધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ મેદાનમાં ઉતર્યા હતા. તેઓ અડધી રાત્રે ભવાનીપુર અને શેખાવત મેમોરિયલ સ્કૂલ ખાતેના કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચી ગયા હતા અને લગભગ 4 કલાક સુધી જાતે જ EVMની રખવાળી કરી હતી. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીની કાઉન્ટિંગ સેન્ટરમાં હાજરી સામે સવાલ ઉઠાવતા તેને ગેરબંધારણીય ગણાવી હતી, જેના કારણે બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post