મુંબઈ : અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વર્ષ 2016માં ભારતમાં હૃદયરોગથી પીડિત લોકોની સંખ્યા 5.4 કરોડ હતી. આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.
વર્ષ 2018માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ પ્રકાશિત થયો હતો.આ અભ્યાસમાં, 1998 અને 2013 વચ્ચેના 16 વર્ષમાં સ્વીડનમાં થયેલા હાર્ટ એટેકના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં સંશોધકોએ જોયું કે દર વર્ષે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના કેસમાં 15%નો વધારો થયો હતો. માત્ર 24 ડિસેમ્બરે, ક્રિસમસના આગલા દિવસે, હાર્ટ એટેકમાં 37% વધારો થયો હતો.અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલ 'સર્ક્યુલેશન'માં વર્ષ 2004માં એક અભ્યાસ પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ કહે છે કે અમેરિકામાં આખા વર્ષ દરમિયાન હાર્ટ એટેકથી એટલા મૃત્યુ નથી થતા જેટલા એકલા 25 ડિસેમ્બરે થાય છે. આ પછી હાર્ટ એટેકના કારણે સૌથી વધુ મૃત્યુ 26 ડિસેમ્બર અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ નોંધાયા છે.શિયાળામાં, હૃદયને આખા શરીરમાં ઓક્સિજન પમ્પ કરવા માટે બમણી મહેનત કરવી પડે છે. ઠંડીને કારણે ધમનીઓ સંકોચાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને હૃદયના સ્નાયુઓને ઓક્સિજન ઓછો મળે છે.
આવી સ્થિતિમાં, સ્ટ્રોક અથવા હાર્ટ એટેકની સંભાવના વધારે છે.આ સિવાય તાપમાન ઘટવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા લાગે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
*હૃદયરોગથી પીડિત લોકોએ શિયાળામાં બહારની પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. *ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે વૂલન કપડાં પહેરવા જરૂરી છે.
*સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહેવું.
* પાણી પીતા રહેવું.
* ઠંડીમાં બહાર જતા ટોપી સ્વેટર, હાથ મોજા પહેરવા.
* ભારે કસરત કરવી નહીં.
*મૌસમી ફળ, શાકભાજી ખાવી. *વર્કઆઉટ કરતી વખતે ખૂબ જાડા ગરમ કપડાં ન પહેરો.
*સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહેવું.
* પાણી પીતા રહેવું.
* ઠંડીમાં બહાર જતા ટોપી સ્વેટર, હાથ મોજા પહેરવા.
* ભારે કસરત કરવી નહીં.
*મૌસમી ફળ, શાકભાજી ખાવી. *વર્કઆઉટ કરતી વખતે ખૂબ જાડા ગરમ કપડાં ન પહેરો.
Reporter: admin