વડોદરા : કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસ દ્વારા તેના ઘર નજીકથી સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અકોટા સયાજીરાવ નગરગૃહ ખાતેથી કલ્પેશ કાછિયાના ઘર સુધી પોલીસ તેને લંગડાતો-લંગડાતો ચાલતો લઈ ગઈ હતી. ત્યારે આ મામલે એસીપી સી ડિવિઝન એ.પી.રાઠવાએ કહ્યું હતું કે, કલ્પેશની અટક કર્યા પછી પોલીસે તેના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું. વડોદરામાં કાયદાનું શાસન ચાલે છે. શહેરીજનોએ કોઈ પણ ગેંગસ્ટર કે ગુંડા તત્વોથી ડરવાની જરૂર નથી. દરેક લોકોએ પોલીસ પર ભરોસો રાખવો જોઈએ.







Reporter: admin