ગ્રાઉન્ડ ફલોરથી પ્રથમ 3 માળ કાયદેસર છતાં તેને કેમ સીલ મરાયા, વેપારીઓનો આક્રોશ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બાજુમાં આવેલ વ્રજ સિદ્ધિ ટાવર ખાતે આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટાવરના ઉપરના બે માળ ગેરકાયદેસર હોવાનું ધ્યાન ઉપર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટની ઘટના બાદ શહેરમાં વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને જ્યાં નિયમોનું પાલન ન થયું હોયુ તેવી ઈમારતોને સીલ મારવામાં આવી રહી છે. ત્યારે પાલિકા દ્વારા મંગળવારે પાલિકાની વળી કચેરીની બાજુમાં જ આવેલા વ્રજ સિધ્ધિ ટાવરને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટાવરમાં ઉપરના બે માળ ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા હોવાનું ધ્યાન ઉપર આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ઉપરના બે માળ ગેરકાયદેસર બાંધવામાં આવેલા છે તો એને સીલ મારવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર થી માંડીને ઉપરના ત્રણ માળ તો કાયદેસર છે અને ઘણા વેપારીઓ વર્ષોથી ધંધો કરી રહ્યા છે. તો તેને શું કામ સીલ મારવામાં આવી રહ્યા છે. સીલ મારવા ગયેલા અધિકારીઓ સામે વેપારીઓ દ્વારા ક્ષણિક આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો હતો જો કે મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર અધિકારીઓ દ્વારા પોતાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી.થોડો સમય આપવામાં આવે તેવી વેપારીઓની માગ
રાજકોટ અગ્નિકાડ બાદ વડોદરા મહાનગરપાલિકા નું તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે અમે તમામ નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે પરંતુ અમને થોડોક સમય આપવામાં આવે અને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવામાં આવે.જો કે વેપારીઓમાં આ કાર્યવાહીના પગલે ભારે વિરોધ જોવા મળ્યો હતો. અને તેઓએ કીધું હતું કે પાલિકાના અધિકારીઓ જો પહેલા જાગતા હોત તો આવી ઘટનાઓ ન બનત અને આવી કાર્યવાહી કરવાનો વારો ન આવત.બિલ્ડીંગ ઓક્યુપાઈડ સર્ટિફિકેટ નથી બિલ્ડિંગના દુકાનધારકો પાસે બિલ્ડીંગ ઓક્યુપાઈડ સર્ટિફિકેટ હોવું જોઈએ તે નથી. અને તેના કારણે આ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દુકાનધારકો પાસે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા પરંતુ તે મળી શક્યા નથી.
Reporter: News Plus