News Portal...

Breaking News :

મહાનગરપાલિકા એ હોસ્પિટલ સ્કૂલ હોટલ રેસ્ટોરન્ટને ચેકિંગ કરી નોટિસ આપી ફાયર વિભાગ એ કોચિંગ ક્લાસીસ સ્કૂલોનો ચેકિંગ કરીને નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી

2024-06-04 21:34:29
મહાનગરપાલિકા એ હોસ્પિટલ સ્કૂલ હોટલ રેસ્ટોરન્ટને ચેકિંગ કરી નોટિસ આપી ફાયર વિભાગ એ કોચિંગ ક્લાસીસ સ્કૂલોનો ચેકિંગ કરીને નોટિસ અને સીલ મારવાની કામગીરી કરી



મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ/રેસ્ટોરન્ટ, કાકે. .મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, , પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કેસિવિલ/ ઇલેકટ્રીકલ / મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી / ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે. કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની ૬ ટીમો અને ઝોન દીઠ ૨ ટીમો મળી કુલ ૧૪ ટીમો દ્વારા




મંગળવારનાં રોજ શહેરના વિવિધ ૪ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઉતર ઝોનમાં કુલ ૩૭૬ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી.
પૂર્વ ઝોનમાં કુલ ૧૨ સંસ્થાને નોટીસ આપવામાં આવી છે.
પશ્ચિમ ઝોનમાં કુલ ૦૭ સંસ્થાને નોટીસ આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં કુલ ૦૨ એકમોને નોટીસ આપવામાં આવી છે.
ચારે ઝોનમાં મળી કુલ ૩૯૭ સંસ્થાને નોટીસ આપવામાં આવી હતી આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની ટીમો દ્વારા ૧૮ એકમોને બી-૧૦ નોટીસ આપવામાં હતી.
ઉપરાંત ટાઉન ડેવલોપમેન્ટ શાખા દવારા પણ શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ પ્લે સેન્ટરોની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે પૈકી કૂલ ૭ એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાં (૧) સમર્થએ એજ્યુકેશન કલાસ, અમિતનગર ચાર રસ્તા, કારેલીબાગ (૨) જે કે શાહ કલાસીસ (૩) ફર્સ્ટકાઇ ઈટલીયસ, પ્રિ સ્કુલ, વાસણા-ભાયલી રોડ, ગોત્રી (૪) સનસાઈન પ્લે સ્કુલ, અટલાદરા (૫) લિટલ મિલેનીયમ પ્લે સ્કુલ, અટલાદરા (૬) સ્પ્રિંગ વિલ્લા પ્લે સ્કુલ, સન ફાર્મા રોડ (૭) એચીવર કીન્ડરલેન્ડ પ્રિ સ્કુલ સીલ કરવામાં આવ્યા હતા.


 



ફાયર વિભાગે 18 મિલકતો ને તપાસવામાં આવી હતી*


1- પ્રથમ એપારમેન્ટ ( ગોત્રી ) નોટિસ
2- સાઈનાથ હાઈટ્સ ( ગોત્રી ) નોટિસ 
3- શિવાની ફ્લેટ ( ગોત્રી ) નોટિસ 
4- ઇસ્કોન હાઇટ A to G Tower ( ગોત્રી ) નોટિસ 
5- ઇસ્કોન અતારિયા 2 ( ગોત્રી ) નોટિસ

1- રામદેવ પ્લાઝા ( દાંડિયા બજાર ) નોટિસ 
2- સીતા ડેલ કોમ્પલેક્ષ ( ગાંધીનગર ગૃહની સામે ) નોટિસ

3- શિવાક્રૂતિ એપાર્ટમેન્ટ ( દાંડિયા બજાર ) નોટિસ

1- colebra ( ગોત્રી રોડ ) નોટિસ 

*2- સનફાર્મા કોમ્પ્લેક્સ ( સન ફાર્મા રોડ ) 

3- ઝાયડેક્સ હાઉસ ( સેવાસી ) નોટિસ 
4- પ્લેનેટોરિયમ ( કમાટીબાગ ) નોટીસ

1- રિલાયન્સ સેન્ટર ( ગેંડા સર્કલ ) નોટિસ 
2- સેન્ટર સ્ક્વેર ( ગેંડા સર્કલ ) નોટિસ 
3- ડી માર્ટ ( વાસના રોડ ) નોટિસ
1-સર્વ મંગલ સ્કૂલ ( મેટ્રો ની બાજુમાં હરણી ) નોટિસ 
2- ગુજરાત પબ્લિક સ્કૂલ ( કલાલી ) નોટિસ 
3- અંબે સ્કૂલ ( હરણી ) નોટીસ

Reporter: News Plus

Related Post