News Portal...

Breaking News :

પોલીસવાળાના સ્વાંગમાં અપહરણ કરી ૧.૪૫ લાખ પડાવી લેવાના ગુનામાં ચોથા આરોપીની ઓળખ થઇ

2025-01-21 12:11:27
પોલીસવાળાના સ્વાંગમાં અપહરણ કરી ૧.૪૫ લાખ પડાવી લેવાના ગુનામાં ચોથા આરોપીની ઓળખ થઇ


વડોદરા: ધનિયાવી રોડ પર રહેતા શ્રમજીવીના ઘરે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાના સ્વાંગમાં જઇને ચાર આરોપીઓએ તેનું અપહરણ  કરી ૧.૪૫ લાખ પડાવી લીધા હતા. 


આ ગુનામાં ચોથા આરોપીની ઓળખ થઇ જતા પોલીસે તેને પકડવા માટે ટીમ રવાના કરી છે.ધનિયાવી રોડ આદર્શ નગરમાં રહેતો આસિક હસનમુલ્લા કલર કામ કરે છે. ગત તા. ૧૬ મી તારીખે સવારે સાડા છ વાગ્યે તેમના ઘરે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના અધિકારીની સ્વાંગમાં ચાર આરોપીઓ આવ્યા હતા. પૂછપરછના બહાને આસિકને કારમાં બેસાડી આરોપીઓ અપહરણ કરીને લઇ ગયા હતા. શરૃઆતમાં ૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ તેઓને ધમકાવી ૧.૪૫ લાખ પડાવી લીધા હતા. 



આ ગુનામાં કપુરાઇ પોલીસે ત્રણ આરોપીઓ (૧) જયકુમાર કાંતિભાઇ મેતીયા (રહે. ચાણક્ય એપાર્ટમેન્ટ, ગોતા, અમદાવાદ, મૂળ રહે. ગામ નિન્દ્રોડા, પરમાર વાસ, તા.સિદ્ધપુર, પાટણ) (૨) ચિરાગ અમરતભાઇ ચાવડા (રહે. મંજી ભીલની ચાલી, અમરાઇ વાડી, અમદાવાદ, મૂળ રહે. પાટણ) તથા (૩) મોહંમદઇકરામ નઇમભાઇ મેમણ (રહે.લક્ઝુરીયા રેસિડેન્સી, ફતેવાડી, અમદાવાદ, મૂળ રહે. પાલનપુર) ને ઝડપી પાડયા હતા. આ ગુનામાં ચોથા આરોપીની ઓળખ થતા તેને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ રવાના થઇ છે. ધનિયાવી રોડ પર રહેતા શ્રમજીવીના અપહરણ અને ખંડણીની ટીપ વડોદરામાંથી જ કોઇએ આપી હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે

Reporter: admin

Related Post