સુરત : શહેરના ઉન પાટિયા વિસ્તારમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જેમાં વિદ્યાર્થિનીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યું હતું ઉન વિસ્તારમાં ઓરિસ્સાવાસી પરિવાર રહે છે. પંકજ (નામ બદલ્યું છે) પરિવાર સાથે ઘણા સમયથી સુરતમાં રહે છે. તેમની એક પુત્ર અને ચાર દીકરીઓ છે. જે પૈકી 14 વર્ષીય ચાર્મી (નામ બદલ્યું છે) ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યું હતું. દરમિયાન પિતા મૃતક દીકરી ચાર્મી પાસે 200 રૂપિયા લઈ શાકભાજી લેવા ગયા હતા.
શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરીએ ત્રીજા માળે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો હતો.ગર્ભ પરીક્ષણ માટે કરાતો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો ધોરણ-8ની વિદ્યાર્થીનીના આપઘાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર પોસ્ટ મોર્ટમ વિભાગ)એ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં સગીરાના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ માટે કરાતો ચાર્મી નો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે. જ્યારે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
Reporter: admin