હાલોલ શહેરના અરાદ રોડ પર ભારત ગેસના ગોડાઉનની નજીક એક અવાવરું ખેતર આવેલું છે જે ખેતરમાંથી આજે મંગળવારે બપોરે 3:00 વાગ્યાના સુમારે એક અજાણ્યા ઈસમનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેમાં બનાવ અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસને કરાતા ટાઉન પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસની ટીમે ઘટના સ્થળે આવીને જોતા એક અજાણ્યા પુરુષનો મૃતદેહ ચેહરા સહિત શરીરનો ભાગ ડી-કમ્પોઝ થઈ ગયેલ હાલતમાં સ્થળ પર પડેલો હતો જેમાં અજાણ્યા પુરુષનો ચહેરો વિકૃત થઈ ચૂક્યો હતો જેમાં તેના ચહેરા પરથી કોઈ પ્રકારની ઓળખ થાય તેવું જોવા મળ્યું ન હતું જ્યારે મૃતદેહમાંથી અસહ્ય વાસ આવતી હતી જોકે ઘટના સ્થળે પહોંચેલી હાલોલ ટાઉન પોલીસની ટીમને મૃતદેહની નજીકથી એક બટનવાળો (કીપેડવાળો) મોબાઈલ પણ મળી આવ્યો હતો જેમાં ટાઉન પોલીસે મૃતદેહની આસપાસ ખેતરમાં મૃતદેહની ઓળખ છતી થાય તેવા પુરાવા શોધવા માટેની તેમજ અજાણ્યા પુરુષના મોત બાબતની કોઈ જાણકારી મળે તે માટેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે જોકે તપાસ દરમ્યાન મૃત હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષની કોઈ ઓળખ છતી થવા પામી ન હતી જેમાં પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે જ્યારે બનાવ અંગે ટાઉન પોલીસે કાયદાકીય કાર્યવાહી અંતર્ગત આગળની તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે મૃતદેહ પાસેથી મળી આવેલા મોબાઈલમાં તેના સીમ કાર્ડ લોક હોવાના કારણે પોલીસે સિમ લોક ખોલાવી મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ મેળવવા અને કોલ ડીટેઈલના આધારે ડી-કમ્પોઝ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરુષના મૃતદેહની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને અજાણ્યા પુરુષનું કયા સંજોગોમાં મોત નિપજ્યું અને તેનો મૃતદેહ ખેતરમાં કઈ રીતે પહોંચ્યો અને તેની સાથે શું ઘટના ઘટી તે અંગેની ઝીણવટભરી તપાસ હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
....
......
Reporter: News Plus