News Portal...

Breaking News :

નર્મદા નદીમાં અમરેલી જિલ્લાના 8 પ્રવાસીઓ ડૂબ્યા, એક યુવકનો બચાવ 7 લોકોની શોધખોળ શરૂ

2024-05-14 16:10:07
નર્મદા નદીમાં અમરેલી જિલ્લાના 8 પ્રવાસીઓ ડૂબ્યા, એક યુવકનો બચાવ  7 લોકોની શોધખોળ શરૂ


 સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ નર્મદાના પોઇચામાં ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ડૂબ્યા હતા . રાજપીપલાના પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે.રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે.


મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા.આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે.



પોઈચા હોનારતમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગીઓ :


1. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)


2. આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)


3. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)


4. વ્રજ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)


5. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)


6. ભાર્ગવ અશોકભાઈ હડિયા (15 વર્ષ)


7. ભાવેશ વલ્લભભાઈ હડિયા (15 વર્ષ)


તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત.

Reporter: News Plus

Related Post