વડોદરા શહેરના કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગઇ તા.11 મે ના રોજ અપહરણ વિથ લુંટનો ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના ફરીયાદએ પોતાની ફરીયાદમાં હકીકત જાહેર કરી હતી કે, તેઓ તથા સાહેદો ગઇ તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ આજવા ચોકડી પાસેની રજવાડી હોટેલ ખાતે બેઠા હતા ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે રાહુલ ખટીક નામનો ઇસમ ડસ્ટન-ગો ફોર વ્હીલ ગાડીમાં ત્રણ ઇસમો સાથે આવી રાહુલ ખટીકે ફરીયાદીના સાથી કરણ રાજપુતને જણાવેલ કે " તારો ભાઇ શકિત ક્યાં છે ? મારે તેની પાસેથી રૂ.૫૦,૦૦૦/- લેવાના છે ફોન લગાવ વાત કરાવ, મારે હિસાબ લેવાનો છે.” ત્યારે કરણે જણાવેલ કે શકિત રાજસ્થાન છે " તેમ જણાવેલ ત્યારે કરણ તેના મો.ફોન પર વાત કરતા કરતા તે તથા બીજા બે મિત્ર ભાગી ગયા હતા ત્યારે ફરીયાદી એકલો હોય આરોપી રાહુલ ખટકીએ તેની ગાડીમાં બેઠેલા ઇસમો થકી ફરીયાદીને બળજબરી પુર્વક ઉચકી સાહેદ કરણની મો.સા.પર વચ્ચે બેસાડી અપહરણ કરી મો.સા. આજવા બ્રીજ નીચે થઇને ગોલ્ડન ચોકડી તરફ હાઇવે તરફ આજવા ચોકડીનો બ્રીજ પુરો થતા ફરીયાદીને મો.સા.પરથી નીચે ઉતારી ફરીયાદી પાસેનો વીવો મો.ફોન કિ.રૂ.૧૨,૦૦૦/- લઈ ઉતારી પાડયો હતો. અને કુલ રૂ.૩૨,૦૦૦/- ની લુંટ કરી આરોપીઓએ ફરાર થઈ ગયા હતા. આ લુંટ વિથ અપહરણના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આરોપીઓ અંગેની તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ હાલમાં ગુનામાં ઉપયોગ કરેલ ડસ્ટન ગો ફોરવ્હીલ ગાડીમાં સુરતથી રાજસ્થાન જવા માટે નિકળેલ હોય તેઓ ગોલ્ડન ચોકડી થઇ પસાર થનાર છે. તેવી માહીતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી ખાતે વોચ રાખી વોચ દરમ્યાન ડસ્ટન-ગો કાર આવતા કારને કોર્ડન કરી કારમાંથી રાહુલ રતનલાલ ખટીક રહે. સીતારામનગર સોસાયટી, બોમ્બે માર્કેટ, સુરત મુળ ગામ રાસમી, જી.ચીત્તોડગઢ (રાજસ્થાન) તથા રાહુલ ભોનીરામજી કીર રહે.ગામ-રાસમી, જી.ચીત્તોડગઢ (રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus