સંગઠને મેયરને ઘરે આરામ કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ બીમાર છે.મિડીયા સમક્ષ બકવાસ કરવાની ના પાડી છે.
એવી જ રીતે ઝોનફેર કરનારા,સરકારને યેન કેન ચુનો લગાડનારા,વિશ્વામિત્રી ઉપર દબાણ કરનારા કરોડપતિ નેતાઓ, પરાક્રમ બાપુ,રોકડિયા, રાજુભાઈ,રંજનબેન,ડાંગર,શબ્દશરણ વિ.ને મિડીયા સમક્ષ ના આવે અને વધુ વિવાદ ઉભો ના થાય તે હેતુથી વડોદરાથી ૩૭૫ કિ.મી.દૂર બીજા રાજ્યમાં ચુંટણી પ્રચારનાં બહાને જવા આદેશ અપાયો છે,તેવી કાર્યકરોમાં ચર્ચા છે.આવા અહંકારી,ઘમંડી,સત્તાનાં નશામાં ચકચૂર નેતાઓને કારણે પક્ષની છાપ ખરાબ થઈ છે.સામે લોકોમાં જબરદસ્ત આક્રોશ છે.પ્રદેશ કક્ષાએ ગમે ત્યારે,આંચકો આવે તેવા સમાચાર મળી શકે છે.
વડોદરામાં સહિયારો ભ્રષ્ટાચાર કરનારા તમામ નેતાઓ,ધારાસભ્યો,સાંસદ,પદાધિકારીઓ,હોદ્દેદારો વિ.ની પોલ ખુલી ચૂકી છે.પ્રભારી,પ્રદેશ સંગઠન સ્તબ્ધ છે. CMO, PMO, કમલમ્ માંથી ગમે ત્યારે આકરા નિર્ણય લેવાઈ શકે છે.સદસ્યતા અભિયાનમાં જુનિયર- સિનિયર નેતાઓને ચોક્કસ ટાર્ગેટ અપાયા છે. કાર્યકરોને પણ ટાર્ગેટ અપાયા છે. 100, 200, 300, 500...વ્યક્તિગત ૧૦ ટકા પણ ટાર્ગેટ પુરો થયો નથી.પરિવર્તનની હવા ફેલાઈ ચુકી છે.પૂરમાં કરોડોનું નુકસાન સહન કરનારની હવે કમર તુટી છે.મૂળ સભ્યો હતા તેઓ પણ રીન્યુઅલથી દુર રહેવા માંગે છે.જુનાં સભ્યોમાંથી પણ કેટલાક આ અભિયાનમાં જોડાવા માંગતા નથી
Reporter: admin