News Portal...

Breaking News :

બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી

2025-05-29 11:34:38
બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી


અમદાવાદ: ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.



અમદાવાદમાં મોટી દુર્ઘટના, ધનાસુથારની પોળમાં મકાન ધરાશાયી, એક મહિલાનું દટાઈ જતાં મોત
AMCએ ફટકારી હતી નોટિસ! 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી ઈશ્યૂ કરી દેવામાં આવી હતી. જેમાં ઘણાં લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી.

Reporter: admin

Related Post