બંને યુવક નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ ગાડીમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા

વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરીનગર બ્રિજ થી ESI હોસ્પિટલ જતા માર્ગ પર ફોરવીલ ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકો ને અડફેટમાં લીધા હતા. આ ઘટના સમય ડ્રાઇવર સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો.બંને યુવક નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ ગાડીમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે.

ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પહોંચ્યો છે બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત કર્યો હતો. કેટલાક રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા.લોકતોળાનો જમાવડો જોવા મળ્યો હતો.


Reporter: