તળાજા: ભાવનગર જિલ્લાના તળાજાના ફુલસર ગામના ત્રણ ઈસમોએ રાષ્ટ્રીય પક્ષી મોરના ઈંડાને ગેરકાયદેસર રીતે રાખેલા હોય તેવી બાતમીના આધારે વન વિભાગે રાષ્ટ્રીય પક્ષી મોરને લગતા ખાસ કાયદાને અનુસરીને કાર્યવાહી કરી હતી.
જે કેસમાં તળાજા કોર્ટે 10 વર્ષે ત્રણ ઈસમોને દોષિત માનીને ત્રણ વર્ષની સજા ફટકારીને નવો એક દાખલો બેસાડ્યો હતો.વર્ષ 2014માં નોંધાયો હતો કેસતળાજા વન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર વર્ષ 2014માં આ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ફૂલસર ગામના રહેવાસી ધીરુભાઈ નાનુભાઈ વાઘેલા, વલકુભાઈ પુનાભાઈ વાઘેલા અને નીરુભાઈ પુનાભાઈ વાઘેલા પાસેથી મોર (માદા) જીવિત પાંચ ઈંડા મળી આવ્યા હતા.આરોપીઓએ તે પાંચે ઈંડાને તેઓના ઘરે લઇ જઈ પાલતુ મરઘીના ઈંડા સાથે આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરીને તેને ખાવાનો ઈરાદો ધરાવતા હતા.
Reporter: admin