News Portal...

Breaking News :

સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે ચાર ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે

2024-12-11 10:46:07
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે ચાર ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે


બેન્ગલૂર/અલુરુઃ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં આજે ચારેય ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે.


પહેલી ક્વૉર્ટર ફાઇનલ સવારે 9.00 વાગ્યાથી સૌરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાશે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રનો અને રજત પાટીદાર મધ્ય પ્રદેશનો કૅપ્ટન છે.બીજી ક્વૉર્ટર ફાઈનલ સવારે 11.00 વાગ્યે શરૂ થશે જેમાં બરોડાનો મુકાબલો બેન્ગાલ સાથે થશે. કૃણાલ પંડ્યાના સુકાનમાં રમનારી બરોડાની ટીમમાં તેના નાના ભાઈ હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ છે. વિષ્ણુ સોલંકી ટીમનો વાઇસ-કૅપ્ટન છે. 


બીજી તરફ, બેંગાલની ટીમના મોહમ્મદ શમીના પર્ફોર્મન્સ અને ફિટનેસ પર સૌની નજર રહેશે. શમીના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી બેંગાલનો ક્વૉર્ટર ફાઇનલ પ્રવેશ આસાન થઈ ગયો હતો. સુદીપ કુમાર ઘરામી બેન્ગાલની ટીમનો કૅપ્ટન છે.ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ બપોરે 1.30 વાગ્યાથી મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાશે. શ્રેયસ ઐયર મુંબઈનો અને જિતેશ શર્મા વિદર્ભનો સુકાની છે.ચોથી ક્વૉર્ટર સાંજે 4.30 વાગ્યાથી દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાશે. આયુષ બદોની દિલ્હીનો અને ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશનો કૅપ્ટન છે.આજે જીતનારી ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશ કરશે.

Reporter: admin

Related Post