વડોદરા : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બિલ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 48 સર્કલ પર ટ્રાફિક સીગ્નલ મૂકવામાં આવેલા છે. આ સિગ્નલો પૈકી 3 સિગ્નલનું બાકી પડતું રૂપિયા 40 હજાર બિલ ભરવામાં ન આ આવતાં MGVCL દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં ન આવતાં તંત્રએ દોડધામ કરી મૂકી હતી.MGVCLના અધિકારી ડી.વી. પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં કારેલીબાગ વિસ્તારના 2 ટ્રાફિક સિગ્નલ અને ગોત્રી વિસ્તારનુ એક સિગ્નલ મળી 3 સિગ્નલ નું 40 હજાર બીલ બાકી ભરવામા ન આવતાં આજે ત્રણે સિગ્નલના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા.
લાઇટ બીલ ન ભરાતાં સિગ્નલના કાપી નાખવામાં આવેલા વીજ કનેક્શન અંગે વડોદરા કોર્પોરેશનના આઇ. ટી. વિભાગના વડા મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા શહેરમાં 48 ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવેલા છે. CCC અંતર્ગત તમામ ઉપકરણોના વીજ બીલ GNFC દ્વારા ભરવામાં આવે છે. બાદમાં કોર્પોરેશન દ્વારા બિલની રકમ ચૂકવવામા આવે છે. MGVCL દ્વારા 3 ટ્રાફિક સિગ્નલના વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જોકે, બપોરે GNFC દ્વારા બિલ ભરી દેવામાં આવતા સિગ્નલ શરૂ થઇ ગયા હતા.
Reporter: admin