News Portal...

Breaking News :

સુરત કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

2026-09-05 16:35:01
સુરત કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરત: સુરત કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ સુરત પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને કોર્ટ પરિસરમાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.

ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને કોર્ટ પરિસરમાં બોલાવવામાં આવી હતી. ટીમોએ કોર્ટના વિવિધ વિસ્તારો, પરિસર તેમજ આસપાસના સ્થળોએ સઘન ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત SOGની ટીમે પણ કોર્ટમાં સુરક્ષા તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, ધમકીભર્યો ઈ-મેલ મળતાં તકેદારીના ભાગરૂપે કોર્ટ પરિસરમાં સુરક્ષા વધારવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં આ ધમકી પાછળ ટીખળખોરી અથવા Hoax Threat હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ આપવામાં આવ્યો નથી. ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો અને તેની પાછળ કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

સુરત કોર્ટને અગાઉ પણ ધમકી મળી હોવાના બનાવોને પગલે પોલીસ દ્વારા આ વખતે પણ કોઈ જોખમ ન લેતા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post