News Portal...

Breaking News :

નાગાલેન્ડ બન્યું દેશનું ત્રીજું સૌથી વધુ સાક્ષર રાજ્ય, સાક્ષરતા દર 95.7%

2026-09-05 17:22:11
નાગાલેન્ડ બન્યું દેશનું ત્રીજું સૌથી વધુ સાક્ષર રાજ્ય, સાક્ષરતા દર 95.7%

નાગાલેન્ડે શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવી છે. રાજ્યના સ્કૂલ એજ્યુકેશન અને SCERT સલાહકાર ડૉ. ખેક્હ્રીએલહૌલી યેહોમના જણાવ્યા અનુસાર, નાગાલેન્ડ દેશનું ત્રીજું સૌથી વધુ સાક્ષર રાજ્ય બન્યું છે.

નાગાલેન્ડનો સાક્ષરતા દર 95.7% હોવાનું જણાવાયું છે. આ આંકડો Periodic Labour Force Survey (PLFS) 2023-24ના આધારે જણાવવામાં આવ્યો છે. આ યાદીમાં નાગાલેન્ડથી આગળ કેરળ અને મિઝોરમ છે.

શિક્ષણ સલાહકારે જણાવ્યું કે રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે સરકારી શાળાના વિદ્યાર્થીઓના સારા પ્રદર્શન તેમજ શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

નાગાલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર, સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, શિક્ષકોની ક્ષમતા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Reporter: admin

Related Post