News Portal...

Breaking News :

ધોલપુરમાં દર્દનાક અકસ્માત, ઈકો વાન પલટી જતાં 3 માસૂમ સહિત 4નાં મોત

2026-09-05 17:52:47
ધોલપુરમાં દર્દનાક અકસ્માત, ઈકો વાન પલટી જતાં 3 માસૂમ સહિત 4નાં મોત

રાજસ્થાનના ધોલપુરમાં શનિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફૂલપુર ગામ પાસે એક ઈકો વાન કાબૂ બહાર જઈને રસ્તાની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત સમયે વાનમાં 11 લોકો સવાર હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ અકસ્માતમાં ત્રણ માસૂમ બાળકો અને એક મહિલા સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. રાહદારીઓ અને ગ્રામજનોએ તાત્કાલિક ખાડામાં ઉતરીને વાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

જિલ્લા હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ 11 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી ચાર લોકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ચાર ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ લોકોને સારવારની જરૂર પડી નહોતી.

Reporter: admin

Related Post