News Portal...

Breaking News :

11 દિવસ સુધી કાટમાળમાં દટાયેલી 64 વર્ષની મહિલા, રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત બહાર કાઢી

2026-09-05 17:28:05
11 દિવસ સુધી કાટમાળમાં દટાયેલી 64 વર્ષની મહિલા, રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત બહાર કાઢી

નેપાળમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ 11મા દિવસે પણ બચાવ અભિયાન ચાલુ છે. નુવાકોટ જિલ્લાના બેત્રાવતી બજારમાં 64 વર્ષીય ચંદ્રિકા શ્રેષ્ઠાને પૂર અને કાદવથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા ઘરમાંથી જીવતી બહાર કાઢવામાં આવી હતી. તેમને હેલિકોપ્ટર દ્વારા કાઠમંડુ લઈ જઈ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

26 ઓગસ્ટે નેપાળ-ચીન સરહદ નજીક આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનથી અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ હતી. બચાવ ટીમો હજુ પણ કાટમાળ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહી છે. એક દિવસ પહેલાં બે નેપાળી મજૂરોને સુરંગમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા બાદ અન્ય લોકોને બચાવવાની આશા પણ વધી છે.

નેપાળમાં આ આપદાને કારણે 1,300થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે. ભારત, ચીન અને દક્ષિણ કોરિયા સહિત અનેક દેશોની નિષ્ણાત ટીમો પણ બચાવ અભિયાનમાં મદદ કરી રહી છે.

Reporter: admin

Related Post