News Portal...

Breaking News :

ભરૂચ: એક્સપ્રેસવે પર કાર અને મોટા વાહન વચ્ચે જોરદાર ટક્કર, 3નાં મોત

2026-09-05 17:50:55
ભરૂચ: એક્સપ્રેસવે પર કાર અને મોટા વાહન વચ્ચે જોરદાર ટક્કર, 3નાં મોત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શનિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્તને સારવાર માટે કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, રવિયાણા ગામના ચાર લોકો કિયા કારમાં સવાર થઈને સુરત તરફથી આવી રહ્યા હતા. દરમિયાન માતર નજીક તેમની કાર આગળ જઈ રહેલા મોટા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્મતમાં કારમાં સવાર બે મહિલાઓ અને એક પુરુષનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કરજણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં કાર પૂરઝડપે ચલાવવામાં આવી હોવાની આશંકા છે. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર આગળ જઈ રહેલા મોટા વાહન સાથે અથડાઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

અકસ્મતની જાણ થતાં આમોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે ખસેડ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Reporter: admin

Related Post