News Portal...

Breaking News :

24મી જૂનથી ધોરણ 10 અને 12નું પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે

2024-06-18 11:02:55
24મી જૂનથી ધોરણ 10 અને 12નું પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે


ગુજરાતમાં આગામી તા.24મી જૂનથી ધોરણ 10 અને 12નું પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા રાજ્યભરમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે, 24મી જૂનથી 6ઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા 24મી જૂનથી શરૂ થશે. બોર્ડની પરીક્ષાની જેમ જ બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10ના 10578 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6455 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.ધોરણ 12 સાયન્સના 2753 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાશે.બોર્ડની પરીક્ષાની જેમ જ હોલ ટિકિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ પણ આ વર્ષથી જ કરી શકશે.રાજ્યભરમાં 24મી જૂનથી 6ઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા ચાલશે. જેમાં ધોરણ 12 સાયન્સની (બપોરે 3થી 6:30 વાગ્યા સુધી) પરીક્ષા લેવાશે. 


24મી જૂને ભૌતિક વિજ્ઞાન, 25મી જૂને અંગ્રેજી, 26મી જૂનએ રસાયણ વિજ્ઞાન, 1લી જુલાઈએ ગણિત, 2જી જુલાઈએ ગુજરાતી, 3જી જુલાઈએ જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:15 વાગ્યા સુધી લેવાશે. જેમાં 24મી જૂનએ અંકશાસ્ત્ર, 25મી જૂનએ અર્થશાસ્ત્ર, 26મી જૂનએ ગુજરાતી, 1લી જુલાઈએ વાણિજ્ય વ્યવસ્થા, 2જી જુલાઈએ કોમ્પ્યુટર, 3જી જુલાઈએ નામના મૂળતત્વો, 4થી જુલાઈએ સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવસ્થા, 5મી જુલાઈએ રાજ્યશાસ્ત્ર જ્યારે 6ઠ્ઠી જુલાઈએ ઈતિહાસ વિષયની પરીક્ષા લેવાશે.તેમજ ધોરણ 10ની પરીક્ષા સવારે 10થી બપોરે 1:15 સુધી યોજાશે. જેમાં 24મી જૂનએ ગુજરાતી, 25મી જૂનએ અંગ્રેજી, 26મી જૂનએ વિજ્ઞાન, 1લી જુલાઈએ સામાજિક વિજ્ઞાન, 2જી જુલાઈએ ગુજરાતી (દ્વિતીય ભાષા), 3જી જુલાઈએ સ્ટાન્ડર્ડ /બેઝિક વિષયની પરીક્ષા લેવાશે.

Reporter: News Plus

Related Post