વડોદરા : શહેરને કેનાલોમાં અનેક આત્મહત્યા અને હત્યા ની ઘટનાઓ બનતી હોય છે,ત્યારે વડોદરા શહેર લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11 માં ભણતો યુવક અગ્રસેક યાદવ નામના યુવકને તેના બે મિત્રોએ કેનાલ ખાતે બોલાવવામાં આવ્યો હતો તેમાં એક યુવતી પણ હોવાનું માલુમ પડ્યું છે.

અગ્રસેક યાદવ ની ધોરણ 11 મા ની પરીક્ષા હાલ ચાલી રહી છે ત્યારે તેના બે મિત્રો દ્વારા બે દિવસ પહેલા પણ તેણે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરીક્ષા ના કારણે તે જવાનું ટાળ્યું હતું પરંતુ ગત મોડી સાંજે તેના મિત્રો ફરી આવી તેણે લક્ષ્મીપુરા કેનાલ લઈ ગયા હતા ત્યારબાદ શું ઘટના બની તે કોઈને ખ્યાલ નથી પરંતુ પરિવારજનો નો આક્ષેપ છે કે તેના બે મિત્રો દ્વારા અગ્રસેક યાદવની આત્મહત્યા કે હત્યા કરાઈ તેના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે કેનાલ પર તેના ચપ્પલ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા ઘટનાની જાણ લક્ષ્મીપુરા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી સાથે કેનાલમાં બિલાડી ફેંકી યુવકને શોધવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.



Reporter: admin