વડોદરા, ૧૫ જૂન ૨૦૨૫: રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના બાળકો માટે શૈક્ષણિક સાહિત્ય અને અધ્યયન સામગ્રી વર્ષ ૨૦૨૪-૨૫થી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અને નિપુણ ભારત મિશન અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ અસરકારક રીતે શિક્ષણ આપવા માટે શિક્ષકોને સજ્જ બનાવવા જિલ્લા કક્ષાએ ત્રિદિવસીય બિન નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું.તા. ૧૧ થી ૧૩ જૂન, ૨૦૨૫ દરમિયાન ડાયટ, વડોદરા ખાતે યોજાયેલી આ તાલીમમાં ૮૬ જેટલા માસ્ટર ટ્રેનર્સે ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાએથી નિમણૂક કરાયેલા રિસોર્સ પર્સન્સ દ્વારા તાલીમ આપવામાં આવી.

જિ.પ્રા.શિક્ષણાધિકારી મહેશ પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી તાલીમના પ્રથમ દિવસે તેમણે સ્વયં હાજરી આપી તાલીમાર્થીઓને પ્રેરણા આપી. રાજ્ય કક્ષાના નાયબ નિયામક બી.ડી. બારિયા તથા KRP નિતલબેન પંચાલે પણ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું.તાલીમના બીજા દિવસે સ્ટેટ રિસોર્સ પર્સન અતુલભાઈ પંચાલે બંને વર્ગોની મુલાકાત લઈને તાલીમની કાર્યપ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો અને શાળાઓમાં શૈક્ષણિક સામગ્રીના અસરકારક ઉપયોગ માટે સૂચનાઓ આપી.આ તાલીમના સફળ સંચાલનમાં રાકેશ સુથાર (એ.ડી.પી.સી., વડોદરા), અલ્પેશ ગોહિલ (બી.આર.સી. કો-ઓર્ડિનેટર) તથા ઉદઘોષક તરીકે મુકેશ શર્મા (સી.આર.સી. કો-ઓ.) ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.હવે તાલુકા કક્ષાએ તમામ શિક્ષકો માટે તાલીમના સત્રો આયોજિત થશે, જેથી દરેક બાળક માટે અભ્યાસ વધુ રસપ્રદ અને પ્રવૃત્તિ આધારિત બની શકે.


Reporter: admin