News Portal...

Breaking News :

એક્સિસ, બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોની રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત

2025-06-04 15:12:59
એક્સિસ, બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોની રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત


હિંદ મજદૂર સભા ગુજરાતના નેજા હેઠળ AXIS, BOB અને SBI બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોના પડતર પ્રશ્નોની રજૂઆત સાથે પ્લે કાર્ડ બેનર સાથે પગપાળા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.






હિન્દ મજદૂર સભા ગુજરાત સાથે જોડાયેલ વડોદરા મજદૂર સભાના યુનિયનના હોદ્દેદારો અને AXIS ,BOB અને SBI બેંક માં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં છતાં , હાલ સુધીમાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેથી હિંદ મજદૂરસભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવાર, સંજય પવાર, દિપક સોલંકી સહિતના હોદ્દો સાથે ડૉ. બાબાસાહેબ અંબેડકર. સર્કલથી કલેકટર કચેરી સુધી સૂત્રોચાર પ્લે કાર્ડ બેનર સાથે પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નિવાસી કલેક્ટરને પ્રધાનમંત્રીને સંબોધતા કલેક્ટરના માધ્યમથી થી લેખિત આવેદનપત્ર પ્રધાન મંત્રી, ગવર્નર રિઝર્વ બેંક, લાબેર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનરને મોકલવા માં આપવામાં આવ્યો હતો. 


જેમાં કામદાર કાયદાનુંકોન્ટ્રાક્ટરઓ દ્વારા ખૂલે આમ ઉલઘન થઈ રાહીયું છે. છતાં બેંકના અધિકારી કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યા જેમ કે લઘુતમ વેતન નથી આપતા,વધારાનું કામ નું વળતર નથી મળતું,કોઈ હક્ક રજા નથી મળતી,પૂરતું બોનસ નથી અપાતું,રજાના દિવસોમાં કામ કરાવે, પગાર સ્લીપ નથી આપતા,કોઈ પણ કારણ વગર કામદારના પગારમાંથી કપાત કરવામાં આવે છે વગેરે ઘણી સમસ્યા પ્રત્યે કોઈ કાર્યવાહી નથી થતી. જેથી  આ બાબત સરકારને જાણ કરી જાગૃત કરવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જોડાયા હતા. અને જો આગામી દિવસોમાં કરેલ છે અને જો 9.6.25 પહેલાકોઈ કાર્યવાહી નહીં કરવા માં આવે તો કામદાર હડતાલ પર જશે તેવી ચીમકી હિંદ  મજુર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવારે આપી હતી. તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને બેંકની રહશે.

Reporter: admin

Related Post