વડોદરા : સીલ મરાયેલી નારાયણ સ્કૂલ ચાલુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. 'ટ્રસ્ટીઓ રહો અમારી સંગાથ તો જ તેમને મળશે સાથ 'સાથેના પોસ્ટરો પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યો નારાયણ સ્કૂલ થોડાક મહિનાઓ પહેલા થી વિવાદમાં આવ્યો હતો

જ્યારે એક ક્લાસરૂમનો દિવાલનો ભાગ નીચે પડી જતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પામ્યા હતા ત્યારબાદ deo કચેરી દ્વારા સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને તેમના જ એક વિભાગ ઇન્ટરનેશનલ નારાયણ સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા.




Reporter: admin