News Portal...

Breaking News :

નવરાત્રીમાં વડોદરા ભાયલી ખાતે સગીરા પર થયેલ દુષ્કર્મની સખત કાર્યવાહી કરો

2024-10-07 11:26:04
નવરાત્રીમાં વડોદરા ભાયલી ખાતે સગીરા પર થયેલ દુષ્કર્મની સખત કાર્યવાહી કરો


ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોમાં 6524 જેટલા રેપ અને 95 જેટલા ગેંગ રેપ નોંધાયા છે, આંકડા પ્રમાણે ગુજરાત માં રોજ 6 દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, એ જોતા લાગે છે મહિલા અને દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મમાં ગુજરાત દેશનું એપિસેન્ટર બની રહ્યું છે અને ખાસ કરીને વડોદરા ગુજરાતનું એપિસેન્ટર બની રહ્યું છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો નિવાસ જિલ્લો સુરત અને પ્રભારી જિલ્લો વડોદરામાં દિન પ્રતિદિન મહિલા પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના યુવક મિત્ર સાથે ભાયલીના વિસ્તાર ખાતે બેઠેલી એક સગીરા યુવતી પર જે રીતે 2-3 નરાધમો દ્વારા ગેંગ રેપ કરી દુષ્કર્મ આચરવાની ઘટનાએ પણ ખાસ કરીને નવરાત્રીના પાવન પર્વ પર સામે આવે છે એ જોતા વડોદરામાં મહિલા સુરક્ષા ઉપર ખુબ ગંભીર સવાલ ઉભો થાય છે, આ એક ખુબજ ગંભીર અને દુઃખદ ઘટના છે ખાસ કરીને એવા વિસ્તાર જ્યાં અચૂક પોલીસ પેટ્રોલિંગની આવશ્યકતા હોય છે પરંતુ આ કામગીરીમાં વડોદરા પોલીસ નિષ્ફળ નીવડી રહી છે, એક તરફ રાજ્યના ગૃહ મંત્રી સવારે 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાતો કરે અને બીજી તરફ ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત વાતાવરણમાં રહે ત્યારે માતા પિતા માટે પણ હવે આ ભાયલીવિસ્તારની દુષ્કર્મની ઘટના પછી પોતાની દીકરીઓ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે, હાલમાં જે રીતે દાહોદ ખાતે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી એને મોતને ઘાટ ઉતારવાની ઘટના બનેલ છે જેમાં RSS સાથે જોડાયેલ આચાર્ય સામેલ હતો.


તાજેતરમાં વડોદરા જિલ્લામાં એક મહિલાના ઘરમાં ઘુસી એના પર દુષ્કર્મ આચરનાર ભાજપનો એક કાર્યકર્તા સામેલ હતો જેમાં  પીડિતાની 10 કલાક સુધી FIR નોંધવામાં નહોતી આવી, આ તમામ ઘટના હવે રાજ્યની મહિલા સુરક્ષા માટે એક ગંભીર બાબત બની ગઈ છે, કહેવાતા વિશ્વ હિન્દૂ પરિષદ જેવા હિન્દૂ સંગઠનો કેમ ચુપ્પી સાધીને બેઠા છે? વડોદરામાં જે She Teamને આપવામાં આવેલ પોલીસની જીપમાં એક પુરુષ કોન્સ્ટેબલ દારૂ પિતા પકડાયો હતો, આવી ઘટનાઓ પણ રોકવી આવશ્યક છે, આવી ઘટનાઓના લીધે ગુજરાતની દીકરીઓને ગુજરાત પોલીસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવો જોઈએ.ગુજરાત કૉંગેસ તરફથી ગૃહમંત્રીને આવેદન કરું છું કે ગુજરાતની મહિલા દીકરીઓની સુરક્ષા માટે હજુ વધારે પોલીસ પેટ્રોલિંગના માધ્યમ દ્વારા સુરક્ષા સુનીચ્છિત કરવામાં આવે એવી અપીલ કરું છું અને ભાયલી ખાતે થયેલ ગેંગરેપની ઘટનામાં પોલીસ સખત માં સખત કાર્યવાહી કરે અને ગુનેગારોને શોધી તેઓને ફાસ્ટટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા ફાંસીની સજા સુધી પહોંચાડે.

Reporter:

Related Post