News Portal...

Breaking News :

લદ્દાખમાં ચીન દ્વારા વ્યૂહાત્મક રીતે કબજો કર્યો : સુબ્રમણ્યમ સ્વામી

2024-08-05 10:26:25
લદ્દાખમાં ચીન દ્વારા વ્યૂહાત્મક રીતે કબજો કર્યો : સુબ્રમણ્યમ સ્વામી


નવીદિલ્હી: ચીને લદ્દાખમાં ભારતની ૪,૦૬૪ કિ.મી. જમીન પચાવી પાડી હોવાની વાત મોદી સરકાર સમગ્ર દેશથી છુપાવી રહી છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીયે પડી ગઈ છે તેવા આક્ષેપો કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે. વધુમાં નહેરુ-ગાંધી ખાનદાનના ગાઢ સંબંધના કારણે કોંગ્રેસ પણ ચીનનો મુદ્દો ઉઠાવવાનું ટાળી રહી હોવાનો આક્ષેપ સ્વામીએ કર્યો છે. લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ચીને પુલ બાંધી દીધો હોવાના અહેવાલો આવતા સ્વામીએ મોદી સરકાર અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા.ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચીને ભારતનો ૪૦૬૪ ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો હોવાની વાત નરેન્દ્ર ેમોદી સરકાર છૂપાવી રહી હોવાનો દાવો કર્યો છે. 


સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ૨૯ અને ૩૦ જુલાઈએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને મોદી સરકાર પર અનેક આંચકાનજક હુમલા કર્યા હતા. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે. વધુમાં મોદી ચીનના સૈન્ય સામે નતમસ્તક થઈ ગયા છે. ચીને પેંગોગ સરોવર પર નવો પુલ બાંધી દીધો છે અને તેના પરથી તે ખૂબ જ ટૂંકા સમયમાં ચુશુલ એરફિલ્ડ સુધી પહોંચી શકે છે.ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું હતું કે, લદ્દાખ પર ચીન દ્વારા વ્યૂહાત્મક રીતે કબજો કરી લેવાયો છે જ્યારે  આપણી નબળી નેતાગીરી 'કોઈ આયા નહીં' કહીને વિલાપ કરી રહી છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ ચીને પેંગોંગ સરોવર પર નવો પુલ બનાવી દીધો છે, જે ૫૦થી ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરને પાર કરવાનો સમય કેટલાક કલાક ઘટાડી દેશે તેમ કહેવાઈ રહ્યું છે.

Reporter: admin

Related Post