News Portal...

Breaking News :

AIના વધતા પ્રભાવથી IT સેક્ટરમાં નોકરીઓ પર સંકટ, શ્રીધર વેમ્બુએ વ્યક્ત કરી ચિંતા

2026-08-03 14:26:01
AIના વધતા પ્રભાવથી IT સેક્ટરમાં નોકરીઓ પર સંકટ, શ્રીધર વેમ્બુએ વ્યક્ત કરી ચિંતા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને લઈને ઝોહો (Zoho)ના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ ભારતના IT સેક્ટરમાં રોજગારને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે AIના કારણે કંપનીઓ હવે નવી ભરતી કરવાને બદલે પોતાનું બજેટ AI ટૂલ્સ, સર્વર અને ડેટા સેન્ટર જેવા ટેક્નોલોજી સંસાધનો પર વધુ ખર્ચ કરી રહી છે.

શ્રીધર વેમ્બુના જણાવ્યા અનુસાર, ભારતનું IT સેક્ટર લાંબા સમયથી લાખો યુવાનોને રોજગાર આપતું આવ્યું છે. TCS, ઇન્ફોસિસ, વિપ્રો અને HCL જેવી મોટી કંપનીઓ દર વર્ષે મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને નોકરી આપતી હતી, પરંતુ AIના આગમનથી આ મોડલમાં ઝડપથી ફેરફાર આવી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે AIની મદદથી સોફ્ટવેર બનાવવું વધુ સરળ અને ઓછા ખર્ચાળ બની શકે છે, જેના કારણે બજારમાં પ્રોડક્ટ્સની કિંમતો ઘટી શકે છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે જો યુવાનો પાસે રોજગાર અને આવકના અવસર ઓછા થશે તો તેઓ આ પ્રોડક્ટ્સ ખરીદવા માટે સક્ષમ કેવી રીતે બનશે.
વેમ્બુએ કંપનીઓને અપીલ કરી કે AI ટેક્નોલોજી અપનાવવાની સાથે યુવાનો માટે નવા રોજગારના અવસર ઉભા કરવા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વિકાસ સાથે રોજગારનું સંતુલન જાળવવું આજના સમયની મોટી જરૂરિયાત છે.

Reporter: admin

Related Post