ભોળાનાથને રિઝવવાના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે આખુ વડોદરા શહેર શિવમય બન્યું હતું.

શહેરના શિવાલયો સવારથી જ ભક્તોની ભાડથી ઉભરાયા હતા. ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આજે શિવરાત્રી નિમીત્તે ગોરવા નીલકંઠ મહાદેવ મંદિર અને વિજય વિશ્વ યુવક મંડળ દ્વારા મંદિર ખાતે ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી અને મંડળ દ્વારા ભાંગ અને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું હતું અને ભક્તોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થા કરાઇ હતી. મંડળના કાર્યકરોએ આખો દિવસ મંદિર પ્રાંગણમાં હાજર રહીને ભક્તો માટે તમામ વ્યવસ્થા કરી હતી.
Reporter: admin