બહુપ્રતીક્ષિત સાઇકોલોજિકલ થ્રિલર ‘નિકિતા રોય’ની રિલીઝ ડેટ હવે બહાર આવી ગઈ છે. ફિલ્મ 30 મે, 2025ના રોજ વિશ્વભરના થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે.
તાજેતરમાં મેકર્સ દ્વારા ફિલ્મનું એક નવું આકર્ષક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઓફિશિયલ રિલીઝ ડેટનો પણ ખુલાસો થયો છે.આ ફિલ્મમાં એક શક્તિશાળી કાસ્ટ જોવા મળશે જેમાં સોનાક્ષી સિન્હા, અર્જુન રામપાલ, પરેશ રાવલ અને સુહૈલ નય્યર જેવા પ્રતિભાશાળી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન કુશ એસ સિન્હાએ કર્યું છે અને આ ફિલ્મ એક ચિલિંગ અને ઈમર્શિવ અનુભવ આપવાનું વચન આપે છે, જે સાઇકોલોજીકલ થ્રિલર અને માનવ મનના ગ્રે એરિયાઓને શોધે છે.નિકિતા પાઈ ફિલ્મ્સ લિમિટેડના બેનર હેઠળ બનેલી ‘નિકિતા રોય’નું નેતૃત્વ કિંજલ અશોક ઘોણે દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં નિકી ખેમચંદ ભગનાની, વિક્કી ભગનાની, અંકુર ટકરાણી, દીનેશ રતીરામ ગુપ્તા અને ક્રેટોસ એન્ટરટેઈનમેન્ટનો સહયોગ છે. ફિલ્મની કહાણી અને સ્ક્રિનપ્લે પ્રસિદ્ધ થ્રિલર લેખક પવન કૃપલાની દ્વારા લખાયું છે.
ફિલ્મ અંગે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતાં નિર્માતા નિકી અને વિક્કી ભગનાનીએ કહ્યું: "આ ફિલ્મ અમારી હૃદયને ખૂબ નજીક છે. તે એવા વિષયોને સ્પર્શે છે, જેને મેનસ્ટ્રીમ સિનેમામાં બહુ ઓછીવાર જોવામાં આવે છે. તેનું જાનર અમારી માટે ખૂબ રોમાંચક છે અને અમને પૂરો વિશ્વાસ છે કે દર્શકો પણ આવા કન્ટેન્ટ માટે તૈયાર છે. એક શક્તિશાળી કાસ્ટ, રસપ્રદ કહાણી અને કુશ એસ સિન્હાનું અનોખું વિઝન મળીને આને એક મસ્ટ-વોચ ફિલ્મ બનાવે છે. અમને ખૂબ આનંદ છે કે આખી દુનિયા ‘નિકિતા રોય’ને મોટા પડદે જોઈ શકશે.”આ ફિલ્મના સહ-નિર્માતાઓ તરીકે આનંદ મહેતા, પ્રકાશ નંદ બિજલાની, શક્તિ ભટનાગર, મહેનાઝ શેખ અને પ્રેમરાજ જોશી પણ જોડાયેલા છે.મિસ્ટ્રી, થ્રિલ અને સાઇકોલોજીકલ લેયર્સથી ભરપૂર આ ફિલ્મ વર્ષ 2025ની સૌથી રસપ્રદ થ્રિલર્સમાંની એક બનવા જઈ રહી છે. તો શું તમે તૈયાર છો 30 મે, 2025ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ જોવા માટે?
Reporter: admin







