વડોદરા નારાયણ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ, પૂજા વિધિ સાથે નવી શરૂઆત

વડોદરા સ્થિત નારાયણ વિદ્યાલયમાં નવા શૈક્ષણિક સત્રના આગમન સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે. શાળા સંચાલકોએ આ સત્ર માટે નવી વ્યૂહરચના જાહેર કરતાં જણાવ્યું હતું કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે શાળા પરિવાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.સંચાલકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સંસ્થા પર મૂકાયેલા વિશ્વાસને જાળવી રાખવો તેમની નૈતિક જવાબદારી છે. આ શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવાનો તેમજ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ મૂલ્યોનું સિંચન કરવાનો શાળાનો મુખ્ય લક્ષ્યાંક રહેશે.
શાળા દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ માટેનું સક્ષમ વાતાવરણ પૂરું પાડવાની પણ ખાતરી આપવામાં આવી છે. નારાયણ વિદ્યાલયની આ નવી શરૂઆત વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસને વધુ સાર્થક બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે આજે શ્રી નારાયણ વિદ્યાલયને નવા રંગરૂપ સાથે સજ્જ કરવામાં આવી હતી અને શાળાના પ્રાંગણમાં ભગવાન શ્રી નારાયણની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ શાળાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







